ટંકારા ગ્રામ પંચાયતની વર્ષો જૂની માંગણી સંતોષાઈ: ગટર સફાઈ માટે જેટિંગ મશીન ફાળવાયું

- text


 

ટંકારા: આજ રોજ તારીખ ૧/૮/૨૨ના મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૧૫માં નાણાંપંચમાંથી જિલ્લા પંચાયતનાં સદસ્ય ભુપતભાઈ ગોધાણીની ગ્રાન્ટમાંથી ભુગર્ભ ગટર સફાઈ કરવા માટે જેટિંગ મશીન રાજ્ય કક્ષાના પંચાયત મંત્રીના વરદ હસ્તે ટંકારા ગ્રામ પંચાયતને લીલી ઝંડી આપી ફાળવવામાં આવ્યું હતું.

ટંકારા ગ્રામ પંચાયતની વર્ષો જૂની માંગણી સંતોષાતા ટંકારા ગ્રામ પંચાયતના સદસ્યો અને સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. ટંકારાના સરપંચ ગોરધનભાઈ, ઉપસરપંચ નિર્મળાબહેન, તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ, સદસ્ય મીનાબહેન, તલાટી કમ મંત્રી, પંચાયત સ્ટાફ, સામાજીક કાર્યકર અરજણભાઈ, હેમંતભાઇ ચાવડા, ચેતનભાઈ ત્રિવેદી,વેપારી અગ્રણી વગેરેએ ભુપતભાઇ ગોધાણીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.

- text

આ જેટિંગ મશીનથી ટંકારા ગ્રામ પંચાયત અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા હલ થશે. એવી આશા સેવાઈ રહી છે. આ જેટિંગ મશીનથી મીની ફાયર બ્રિગેડ, દવાનો છંટકાવ અને બ્લોક થયેલ ભુગર્ભની ગટરોની સફાઈ જેવા કામ ઝડપી બનશે.

- text