ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મોરબી જિલ્લાના પ્રમુખ-મહામંત્રીની નિમણૂક કરાઇ

- text


 

મોરબી: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગાંધીનગર દ્વારા મોરબી જિલ્લાના મહામંડળના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી છે.

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને આવરી લેતું સરકારની માન્યતા પ્રાપ્ત કરેલ રાજ્યનું એકમાત્ર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગાંધીનગર દ્વારા મહામંડળને મજબૂત કરવાના હેતુથી જિલ્લા યુનિટોની રચના કરવામાં આવી છે. ત્યારે જિલ્લા કક્ષાએ વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. જેમાં મોરબી જિલ્લાના ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના જિલ્લા પ્રમુખ તરીકે દિવ્યરાજસિંહ જાડેજા (સબ ઓડિટર સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી મોરબી)ની અને મહામંત્રી તરીકે કે.ડી બાલાસરા (આઈ.ટી.આઈ માળીયા મી.)ની નિમણૂક કરવામાં આવી છે.

- text

- text