મોરબી જિલ્લામાં દેશીના હાટડાઓ ઉપર સતત ધોસ : વધુ ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા અને હળવદમાં કુલ 26 કેસ

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર સતત ધોસ બોલાવવામાં આવી રહી છે જેમાં ગઈકાલે પોલીસે જિલ્લાના કુલ 26 કેસ કરી માળીયા, વાંકાનેર અને ટંકારા તાલુકામાં વધુ ત્રણ દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી.

દેશી દારૂ અંગેની કાર્યવાહીમાં માળીયા પોલીસે નવાગામ ખાતેથી રાહુલભાઇ વિજયભાઇ હળવદીયાની દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂના કેરબા, ભઠ્ઠીના સાધનોમાં એલ્યુમીનીયમનુ બકડીયુ, પાતળી નળી સહિત રૂપિયા 310નો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી પાડ્યો હતો.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં દરોડો પાડી વિરપર ગામે રહેતા રમેશભાઇ ધીરૂભાઇ બારૈયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી ગરમ આથો, ઠંડો આથો, ભઠ્ઠીનાસાધનો સહિત રૂપિયા 1846ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.

- text

જ્યારે ટંકારા પોલીસે નેકનામ ગામે દરોડો પાડીયશુભા સામતસિંહ ઝાલાની વાડીના શેઢેથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો ગરમ આથો, ઠંડો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 310ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા દેશી દારૂ વેચનારા અને પીનારાઓ ઉપર કુલ 26 ગુન્હા નોંધ્યા હતા.

- text