મોરબી શહેર જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડતી પોલીસ

- text


મોરબી, વાંકાનેર અને માળિયામાં દેશી દારૂની ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ કુલ 35 કેસ કરાયા

મોરબી : રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ મોરબી પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી છે, ગઈકાલે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસ દેશી દારૂ બનાવતા અને વેચાણ કરતા તત્વો ઉપર ધોસ બોલાવી કુલ 35 કેસ કરી મોરબી, માળીયા અને વાંકાનેરમાંથી ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી.

મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ આપવામાં આવતા મોરબી શહેર અને જિલ્લામાં દારૂના ધંધાર્થીઓને વીણી વીણીને ઝપટે લઈ કુલ 35 કિસ્સામાં પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સીટી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર દરોડો પાડી આરોપી મુકેશભાઈ ઉર્ફે મુન્નો પુનાભાઈ પાટડીયા, રહે.હાલ રામેશ્વર નળીયાના કારખાનામાં લીલાપર રોડ મોરબી મુળ રહે.ગામ વગડીયા તા.મુળી જી.સુરેન્દ્રનગર અને કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા કોળી રહે.લીલાપર વાળાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ દારૂ ગાળવાના સાધનો આથો સહિત રૂપિયા 4650નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

જ્યારે અન્ય દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી આરોપી સાદુરભાઇ હરજીભાઈ કોળીની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ બનાવવના સાધનો સહિત 6460 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

આ ઉપરાંત માળીયા પોલીસે માળીયા ગામના તળાવ પાસે બાવળના ઝુન્ડમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા જુસબભાઈ ગગાભાઈ જેડાને દારૂ બનાવતા ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 840ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text