માળીયા નજીક મૂર્તિઓ હેઠળ છુપાવી મુંદ્રા લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

- text


માળીયા પોલીસે વિદેશી દારૂ સાથે એકને કુલ રૂ. ૨૮.૩૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધો : ટ્રક અને દારૂ મોકલનાર સહિત બેના નામો બહાર આવ્યા

મોરબી : માળીયા પોલીસે ભગવાનની તૂટેલી મૂર્તિઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.જેમાં માળીયા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે ટ્રકમાં તૂટેલી મૂર્તિઓ હેઠળ છુપાવી દિલ્હીથી મુંદ્રા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને દારૂ, ટ્રક સહિત કુલ રૂ. ૨૮.૩૦ લાખના મુદામાલ સાથે ઝડપી લઇ દારૂની હેરાફેરીમાં ટ્રક અને દારૂ મોકલનાર સહિત બેના નામો ખોલાવ્યાં છે.

માળીયા પોલીસે મૂર્તિઓ હેઠળ દારૂ છુપાવીને બુટલેગરોની ડિમાન્ડ પુરી કરવાના મલીન ઈરાદા ઉપર પાણી ઢોલ કરી દીધું હતું.જેમાં માળીયા પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ચુડાસમા તથા દશરથસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે અમદાવાદ તરફથી માળીયા મિયાણા તરફ આવતી અશોક લેલન્ક ટ્રકમાં પી.ઓ.પી.ની તૂટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દિલ્હીથી મુંદ્રા તરફ જતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને દારૂની હેરાફેરી કરનાર આરોપી ગોમારામ બગતારામ જાખડ (ઉ.વ. ૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.સનાવળા જાખડો કી ધાણી તા.જી.બાડમેર રાજસ્થાન)ને મેકડોવેલ્સ નં.૦૧ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ઓરીજનલ બોટલો નંગ-૩૧૩૨ કિ.રૂ.૧૧,૭૪,૫૦૦, રોયલ સ્ટગ રીજર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૬૨૦ કિ.રૂ.૬,૪૮,૦૦૦, અશોક લેલેન્ડ કંપનીની ટ્રક નંબર GJ-06-2-6377 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦ તથા રોકડા રૂપીયા-૩૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૩૦,૫૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

આ મામલે પોલીસે ટ્રક આપનાર સ્વરૂપ પરીહાર (રહે.કલ્યાણપુર જી.બાડમેર રાજસ્થાન) અને માલ મોકલનાર લક્ષ્મીનારાયણના નામ ખોલાવી બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text