હરીપાર્ક સોસાયટીમાં ભરાતાં વરસાદી પાણીનો નિકાલ કરવા પાલિકાને રજૂઆત

- text


મોરબીઃ મોરબીના ભગવતી પાર્ક પાછળ આવેલી હરિપાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા હોવાથી આ પાણીનો નિકાલ કરવા અંગે સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, હરિપાર્ક સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ જાણી જોઈને અમુક લોકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ પાકી દિવાલ પણ બનાવી દેવામાં આવી છે. જેના કારણે વરસાદી પાણી સોસાયટીના ઘરોમાં ભરાય રહે છે. ખેતરના પાણી સોસાયટીમાં આવે છે તે બંધ કરીને કેનાલ બાજુ તળાવમાં ડાયવર્ટ કરવામાં આવે. સોસાયટીમાં ભરાય રહેતાં પાણીના કારણે રોગચાળો ફેલવવાનો ભય ઉભો થયો છે. સોસાયટીના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે. જેથી આ સમસ્યાનો હલ કરવા દિવાલ તાત્કાલિક દુર કરવા સોસાયટીના રહીશોએ રજૂઆત કરી છે.

- text

- text