રાજપર રોડ ઉપર કારખાનામથી પકડાયેલા રૂ.32.70 લાખના દારૂના પ્રકરણમાં બે પીએસઆઇ સસ્પેન્ડ

- text


સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડાથી સ્થાનિક પોલીસની બેદરકારી બહાર આવતા રાજ્યના પોલીસ વડાએ આકરા પગલાં ભર્યા

મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં થોડા સમય પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 622 પેટી દારૂ ઝડપી લીધો હતો. આ 32.70 લાખના દારૂ પ્રકરણમાં સ્થાનિક પોલીસ ઉઘતી ઝડપાઇ હતી. જેમાં મોરબી એ ડિવિઝન પોલીસની બેદરકારી બહાર આવતા રાજ્યના પોલીસ વડાએ આકરા પગલાં ભરીને એ ડિવિઝન પોલીસ મથકના બે પીએસઆઇને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ આશીર્વાદ ઇમ્પેક્ષ નામના કારખાનાના ગોડાઉનમાં થોડા દિવસ પહેલા ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઉતારવાનો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળતા તુરંત જ હરકતમાં આવેલી સ્ટેટ વિજિલન્સની ટીમે આ દારૂ પકડી લેવા રાજપર રોડ પર આશીર્વાદ ઇમ્પેક્ષ કારખાનામાં રેઇડ કરી હતી. આ પોલીસે અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 7514 નંગ બોટલ મળી કુલ 622 પેટી દારૂ કી. રૂ.32.70 લાખ અને ટ્રક નં. GJ 08 W 3871 કી.10 લાખ મળી કુલ 43.67 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

- text

મોટાપાયે પકડાયેલા દારૂ પ્રકરણમાં વધુ પાંચેક શખ્સોની સંડોવણી ખુલી હતી. જો કે રાજ્યની પોલીસની આ રેઇડથી સ્થાનિક પોલીસ ઉઘતી ઝડપાઇ હતી.અને સ્થાનિક પોલીસની જાણ બહાર આ રેઇડ પડતા જવાબદાર સ્થાનિક પોલીસના તપેલા ચડી જવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે દારૂ કેસમાં બેદરકારી બદલ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આકાર પગલાં ભરી મોરબી એ ડિવિઝનના ડી સ્ટાફના પીએસઆઇ એસ.એમ.રાણા અને શનાળા બીટ પીએસઆઇ એ.એ.જાડેજાને સસ્પેન્ડ કરી દીધા હતા.

- text