મોરબીની ધરમપુર શાળામાં યુવા ઉધોગપતિઓ દ્વારા 170 વિદ્યાર્થીઓને યુનિફોર્મ અર્પણ કરાયા

- text


મોરબી : મોરબીની ધરમપુર શાળામાં દાતાઓ દ્વારા મોરબીની ધરમપુર શાળામાં દાતા દ્વારા 170 વિદ્યાર્થીઓને 78000ની કિંમતના યુનિફોર્મ અર્પણ કરાયા હતા. શાળા દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીના લોકો પોતાના પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવા માટે જાણીતા છે, મોરબીમાં વિદ્યાર્થીઓ માટે, શાળાઓ માટે,જરૂરિયાતમંદો માટે સતત દાનની સરવાણી વહેતી રાખતા હોય છે,લોકો દિવસ રાત મહેનત કરી આર્થિક રીતે સુખી સંપન્ન થયા બાદ કંઈક ને કંઈક દાન અર્પણ કરતા હોય છે એ અન્વયે મોરબીની ધરમપુર શાળાના શિક્ષકોના કાર્યોથી શાળાઓની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ વિજયભાઈ માકાસણા અને પ્રકાશભાઈ મકવાણા બંને ઉદ્યોગકારોએ શાળાના 170 વિદ્યાર્થીઓને સુંદર મજાના 170 યુનિફોર્મ રૂપિયા 78000 રૂપિયાની કીંમતના ગણવેશ અર્પણ કર્યા હતા.જેથી વિદ્યાર્થીઓને મન ગમતો ગણવેશ મળતા મુખ પર હાસ્ય રેલાયું હતું. બંને દાતાઓનો શાળા પરિવાર અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ આભાર વ્યકત કર્યો હતો.

- text

- text