વરસાદ અપડેટ : સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં મોરબી – વાંકાનેરમાં પોણો ઈંચ

- text


મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઓછો વરસાદ : હળવદમાં 14 મિમી, ટંકારા 12મિમી વરસાદ પડ્યો

મોરબી : મોરબીમાં આજે બીજા દિવસે પણ મેઘસવારી યથાવત રહી હતી. મોરબી શહેરમાં અને વાંકાનેરમા આજે છૂટી છવાઈ મેઘસવારી રૂપે પોણા ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. હળવદ વાંકાનેર અને ટંકારામાં પણ વરસાદ નોંધાયો હતો.

મોરબીમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા હેતથી ભીંજવી રહ્યા છે. સતત વરસાદને પગલે જનજીવન પણ પર પ્રભાવિત થયું હતું. મોરબીમાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે કટકે – કટકે વરસાદ પડ્યો હતો. મોરબી નગરપાલિકાના કંટ્રોલ રૂમમાં આજે સવારે 6થી સાંજના 4 સુધીમાં મોરબી શહેરનો 19 મિમી જ્યારે સામાંકાંઠે કંટ્રોલરૂમમા 4 મિમી, વાંકાનેર 17મિમી હળવદમાં 14 મિમી, ટંકારા 12મિમી વરસાદ પડ્યો હતો.

- text

- text