રવાપર કેનાલ ચોકડી પર દબાણો દૂર ન થાય તો રસ્તા રોકો આંદોલન

- text


વોકળા ઉપર ગેરકાયદે પોલીસ ચોકી બનાવી દીધી હોય દબાણને કારણે ગટર અને વરસાદી પાણીનો નિકાલ અટક્યો, રોષે ભરાયેલા લોકોએ કલેકટર સમક્ષ ન્યાયની માગણી કરી

મોરબી : મોરબીની રવાપર ચોકડીએ વોકળા ઉપર ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા આસપાસની સોસાયટીના ગટર અને વરસાદી પાણીનો નિકાલ અટક્યો છે. હાલ ચોમાસુ હોય વધુ વરસાદ પડે તો આ સોસાયટીઓના લોકો મુશ્કેલીમા મુકાઈ જાય એમ છે. જો કે સ્થાનિકોએ વોકળા ઉપર ગેરકાયદે પોલીસ ચોકી બનાવી દીધી હોય દબાણને તેમને પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઇ છે.

રવાપર ચોકડીની સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, રવાપર ચોકડી પાસે વોકળા ઉપર નાલા બાંધી ગેરકાયદે પોલીસ ચોકી બનાવી છે. તે નાલા ઉપર હાલમાં નવી પોલીસ ચોકી બાંધી છે. તે જે નાલા ઉપર છત બાંધીને 10 ઈંચ રોડથી ઉપર રાખેલ છે. અત્યાર સુધી સ્થાનિકોએ એમ હતું કે ત્યા ગોળ સર્કલ કરવા માટે નાલા બુરી નાખ્યા છે પરંતુ પહેલેથી આપોજન પ્રમાણે રોડ કરતા 10 ઈંચ ઉંચી છત ભરી પરંતુ તેના ટેકો ઉભા કરવા માટે વોકળામાં કાકરી તળીયે નાખી નાલાની છતથી ફરતી દિવાલ હતી તે પણ અંદર નાખી દીધી તેમાં ભૂંગળા નાખ્યા હતા ત્યારે રવાપર ગામ અને આજુબાજુના લોકો તેમજ જૂના સરપંચ સાથે અને ભૂંગળા બહાર કઢાવેલ તે જગ જાહેર વાત છે.

- text

પરંતુ જે રોડ કરતા છત્ત ઉપર રાખેલ હતી તેનું કારણ પોલીસ ચોકી બનાવવા માટેનું હતુ આજે પોલીસ ચોકી તૈયાર થઈ ગયેલ છે અને હોકળામાંથી કચરો કાઢેલ નથી, નાખેલ ટેકા ઉભા કરવા માટે આ કચરો કાઢવામાં નહી આવે તો ઉપરથી તળાવમાંથી આવતું પાણી નિકાલ બંધ થઈ જશે. આ પોલીસ ચોકી સાથે મળીને બાંધેલ છે જેમા અધિકારીઓ પણ સામેલ છે. તેમજ માર્ગ અને મકાનના અધિકારીઓ સાથે મળીને સારામાં સારા રૂપિયા લીધેલ છે. પહેલાની પોલીસ ચોકી ઓમ પાર્ટી પ્લોટથી દુર હતી છતા દુર કરી છે તે જગ જાહેર છે. આ રસ્તો બનાવવામાં નરસંગ ટેકરીથી કેનાલ ચોકડી સુધી ટંકારા પડધરીના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ છે.

આ રસ્તો બનાવવામાં થતા નાલા બાધવામાં તેમજ પોલીસ ચોકી બાધવામાં ભ્રષ્ટાચાર થયો છે અને દબાણ દુર કરવામાં ન કરવાની પણ કટકી મળી હોવાનો આક્ષેપ કર્યો છે. આ કેનાલ ચોકડી ઉપર બનેલ પોલીસ ચોકીમાં બધી દેખરેખ પોલીસ વાળાએ રાખેલ છે. જે કેમેરામાં સ્પષ્ટ દેખાશે.તેથી આ દબાણ દૂર કરવાની માંગ કરી છે. અને દબાણનો નિકાલ નહી કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન અને ગાંધી ચીંધ્યા માર્ગે લડત ચલાવવાની ચીમકી આપી છે.

- text