શનિવાર સાંજે 4 વાગ્યા સુધીમાં : ટંકારામાં 22mm અને વાંકાનેરમાં 11mm વરસાદ નોંધાયો

- text


માળીયામાં 8mm નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાએ અષાઢી બીજનું શુકન નહોતું સાચવ્યું પણ આજે બપોરે મેઘરાજાએ પધરામણી કરી છે. શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં ટંકારામાં 22mm અને વાંકાનેરમાં 11mm વરસાદ પડ્યો હતો. જ્યારે માળીયામાં 8 mm અને મોરબીમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

મોરબી જિલ્લામાં આજે બપોરે 2 વાગ્યાની આસપાસ વરસાદી માહોલ બંધાયો હતો. જેમાં ટંકારા પંથક અને વાંકાનેર પંથકમાં વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં આજે બપોરે 2 થી 4 દરમિયાન સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ ટંકારા 22 મિમી અને વાંકાનેરમાં 11 મિમી વરસાદ અને માળીયામાં 8 મીમી વરસાદ પડ્યો હતો.જ્યારે મોરબીમાં માત્ર ઝરમર ઝરમર છાટા પડ્યા હતા.

- text

- text