મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળની આવતીકાલે રવિવારે સાધારણ સભા

- text


મોરબી : મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળની 13મી સાધારણ સભા આવતીકાલે રવિવારે સાંજે 5:00 વાગ્યે મચ્છોયા આહીર સમાજની વાડી ખાતે યોજાશે. આ 13મી સાધારણ સભામાં મંડળના બધા હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા બધા કર્મચારીઓને હાજરી આપવા પ્રમુખ અજયભાઈ ડાંગર તેમજ મંત્રી મયુરભાઈ ગજીયાની યાદીમાં જણાવાયું છે.

- text

- text