મોરબીમાં દુધાળા પશુઓની ચોરીથી માલધારીઓમાં ફફડાટ

- text


ઘરફોડી બાદ ભેંસ સહિતના કિંમતી પશુધન ચોરતી ટોળકી સક્રિય : રાત્રી દરમિયાન તબેલામાંથી પશુઓને ઉપાડીને બોલેરો જેવા વાહનમાં લઈ જતા હોવાની એસપીને ફરિયાદ

મોરબી : મોરબી તાલુકા અને જિલ્લામાં હમણાંથી પશુચોર ટોળકી સક્રિય થઈ હોય એમ પશુ ચોરીની ઘટનાઓ વધી રહી છે. આ પશુ ચોર ટોળકી રાત્રી દરમિયાન જ ત્રાટકે છે અને તબેલા કે જ્યાં માલઢોર બાંધેલા હોય ત્યાં જઈને પશુઓને ઉઠાવી જાય છે. આ પશુઓની ચોરીથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વારંવાર પશુચોરીની ઘટનાથી માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ કકદ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનીના માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ મોરબી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લાના નવા સાદુળકા, સોખડા અને બેલા ગામમાં છેલ્લા એક સપ્તાહમાં ચાર થી પણ વધારે દુઝણી ભેંસો ચોરાઈ ગયેલ છે જે અંગે સંબંધકર્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલ છે. સામાન્ય રીતે એક ભેંસની ૮૦,૦૦૦ થી એક લાખ રૂપિયા જેવી કિંમત હોય છે અને ભેંસ જેતે માલધારીના આજીવિકાનું સાધન માત્ર છે ત્યારે આ ભેંસો ચોરાઈ જતા જેતે પરિવાર નિરાધાર બનેલ છે. આ પશુધનને રાતવેળાએ બોલેરો જેવી ગાડીમાં લઈ જવાય છે ત્યારે આ બાબતે પોલીસ પેટ્રોલીંગ વધુ કડક બનાવી અને આવતા જતા પશુ સાથે નિકળતા વાહનોની અટકાયત કરી આ પશુ કોના છે અને કયાં લઈ જવાય છે તેની ઘનિષ્ઠ પુછપરછ કરવી જોઈએ. હમણા આવા પશુઢોર ચોરનાર ખાસ ટોળકી પ્રવૃત બનેલ છે. સબબ તાલુકાના અને શહેરનાં પશુપાલકો વસાહતો પાસે ખાસ બંદોબસ્ત સાથે પેટ્રોલીંગ વધારવું જોઈએ અને આ દુષણ વધુ ન ફેલાય તેવો પ્રયાસ કરવો જોઈએ. અગાઉ ત્રણ વર્ષ પહેલા આવા પશુ ચોરીના સંખ્યાબંધ બનાવો બનેલ હતા.જેથી આ પશુ ચોરી ટોળકીને ઝડપી લેવા તપાસ કરવાની માંગ કરી છે.

- text