મોરબી, ટંકારા અને વાંકાનેર પંથકમાં ભારે બફારો અને ઉકળાટ વચ્ચે મેઘરાજાની પધરામણી

- text


મકનસર, જાબુડિયા અને વાંકાનેર પંથક અને ટંકારામાં સારો એવો વરસાદ પડ્યો

મોરબી : મોરબી, ટંકારા અને વાંકાનેરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોરબી તેમજ વાંકાનેરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં મોરબીના મકનસર, જાબુડિયા અને વાંકાનેર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળે છે. તેમજ ટંકારમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના વાવડ છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી જાણે ચોમાસુ બેસું ગયું હોય તેમજ ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. ત્યારે આજે મોરબી, ટંકારા અને વાંકાનેરમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. મળતી વિગતો મુજબ આજે મોરબી અને વાંકાનેર પંથકમાં ભારે ગરમી વચ્ચે વરસાદી માહોલ બંધાયો હતો અને આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાતા વાદળો વરસી પડ્યા હતા.જેમાં મોરબીના મકનસર, જાબુડિયાથી લઈને વાંકાનેર પંથક સુધીની પટ્ટીમાં વરસાદ પડ્યો હતો.

વધુમાં જણાવ્યા મુજબ મોરબીના મકનસર તેમજ જાબુડિયામાં વરસાદી ઝાપટા પડયા હતા.જ્યારે વાંકાનેર પંથકમાં અડધી કલાક સુધી વરસાદ પડ્યો હતો અને અગાશીઓમાંથી તેમજ રોડ ઉપરથી પાણી વહી નિકળા હતા.જ્યારે ટંકારામાં ભારે પ્રવન સાથે વરસાદ ખાબક્યો હતો અને ટંકારા શહેર તેમજ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને હાલ પણ વરસાદ ચાલુ છે. જો કે મોરબી શહેરમાં પણ હાલ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે. એટલે મોરબી શહેર અને આસપાસમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું છે.

- text

- text