મોરબી યાર્ડમાંથી જીરુંની ચોરી કરનાર ચાર રાજસ્થાની શ્રમિકો ઝડપાયા

- text


માર્કેટયાર્ડમાથી જીરૂની ચોરીનો ભેદ મોરબી એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો

મોરબી : મોરબીના માર્કેટયાર્ડમાથી થોડા સમય પહેલા જીરૂ તથા બોલેરો કાર મળી કુલ રૂ.૬,૫૦૦૦૦ના મુદ્દામાલની ચોરીનો ભેદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો હતો. જેમાં વેપારીની દુકાનમાં જ કામ ફરતા રાજસ્થાની શ્રમિકોએ જ ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ રાજસ્થાની શ્રમિકો દુકાનમાં કામ કરતા હોય તમામ બાબતથી પરિચિત હોવાથી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે યાર્ડમાંથી જીરુંની ચોરી કરનાર ચાર રાજસ્થાની શ્રમિકોને ઝડપી લીધા હતા.

ગત તા.૩૦ મેના રોજ રાત્રીના સમયે મોરબી માર્કેટીંગ યાર્ડમા આર.સી.ટ્રેડીંગ નામથી દુકાન ધરાવતા ફરીયાદી રમેશભાઇ ચુનિલાલ દેત્રોજા રહે.નીચી માંડલ તા.મોરબીનુ માર્કેટીંગ યાર્ડના શેડમા રાખેલ જીરાની બોરીઓ માથી જીરૂ ભરેલ બોરીઓ નંગ-૩૯ જેમા જીરૂ મણ.૧૧૭ કિ.રૂ.૪,૦૦,૦૦૦ની કોઇ અજાણ્યા ઇસમોએ ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસને તપાસ દરમ્યાન ખાનગીરાહે જાણવા મળેલ કે જીરૂ ચોરી કરનાર ગેંગ રાજસ્થાની હોવાની હકિકત મળેલ જે સંદર્ભે ડુંગરારામ ખેતારામ સુથાર રહે.કેકળ તા.સેડવા જી.બાડમેર વાળો હોવાની હકીકત આધારે એક ટીમ રાજસ્થાન ખાતે તપાસમા મોકલવામા આવેલ ત્યા જઇ આરોપી ડુંગરારામ ખેતરારામ સુથાર મળી આવતા તેને હસ્તગત કરી તપાસ હાથ ધરી હતી.

- text

પોલીસે આ આરોપી પાસેથી ચોરી કરેલ જીરૂની બોરીઓનંગ-૧૪ જીરૂ મણ -૪૨ કબ્જે કરવામા આવેલ હતુ તેમજ આરોપી સાથે ચોરીમા સંડોવાયેલ અન્ય સહ આરોપીઓ જેમા જગદીશરામ ગંગારામ ચૌધરી રહે.ચરનુચીમજી તા.જી. જી.બાડમેર તથા ચુનારામ રત્નારામ ચૌધરી રહે.બોલી તા.સેડવા જી.બાડમેર તથા તગારામ નરસીંગરામ સઉ રહે.રાવતસર તા.જી.બાડમેર વાળાઓ હાલમા મોરબી માર્કેટીંગ યાર્ડમા મજુરી કામ કરતા હોય તેમજ આરોપી જયદીશરામ ગંગારામ ફરીયાદીની દુકાનમા કામ કરતો હોય તેમજ આરોપી ડુંગરારામ ખેતારામ સુથાર મોરબી ખાતે ફર્નીચરનુ કામ કરતો હોય તેમજ ફરીયાદીની દુકાનમા કામ કરતો આરોપી જગદીશરામ ગંગારામ માર્કેટીંગયાર્ડમાં જીરૂ કયા પડેલ હોય તે જાણતા હોય જેથી તેની ટીપ્સ આધારે આ જીરૂની ચોરી કરેલ હતી તેમજ મોરબી ખાતે રહેતા આરોપી ડુંગરારામ ખેતરામ ના મકાને પડેલ જીરૂની બોરીઓ -૨૫ જીરૂ મણ -૭૫ મળી ચોરીમા ગયેલ તમામ મુદામાલ રીકવર કરી ચારેય આરોપીઓને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text