પાણી બચાવો અને પર્યાવરણ બચાવો મિશન સાથે હરિયાણાથી નીકળેલા સાઈકલ સવારનું લજાઈમાં સ્વાગત

- text


 

ટંકારા : લાયન સુભાષભાઈ ભારતની ભૂમિના સાઈકલ પ્રવાસે હરિયાણાથી નીકળ્યા છે. પાણી બચાવો અને પર્યાવરણ બચાવો મિશન સાથે તેઓ ૧૪,૫૦૦ કિલોમીટરનો ભારત પ્રવાસ કરી રહ્યા છે. જેઓ આજે ટંકારા ખાતે પહોંચ્યા હતા. ત્યાં લજાઈ ચોકડી ખાતે લાયન્સ ક્લબ ટંકારા સિટી દ્વારા પુષ્પગુચ્છ આપી લાયન સુભાષભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે લાયન્સ ક્લબ ઓફ ટંકારા સિટીના પ્રમુખ ગૌતમભાઈ વામજા, લજાઈ ગામના માજી સરપંચ અંબરમભાઈ મસોત્ત, સેવા સહકારી મંડળી ઉપ પ્રમુખ, દેવદયા માધ્યમિક શાળાના પ્રમુખ ભાણજીભાઈ વામજા, સભ્ય જગદીશભાઈ, મંત્રી નરભેરામભાઈ મસોત્ત અને પ્રિતુલભાઈ હાજર રહ્યા હતા અને માનભેર સ્વાગત કર્યું હતું.

- text

- text