બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

- text


ટંકારા તાલુકાના જીવાપર ગામનો બનાવ : નાના એવા ગામમાં અરેરાટી

ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર, કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા પ્રવીણભાઈ નાથાભાઈ હાપલીયા ઉ.52 નામના આધેડે ડાયાબિટીસ,બ્લડ પ્રેસર અને કિડની સહિતની જુદી-જુદી બીમારીથી કંટાળી પોતાના કૌટુંબિક સગાના વરંડામાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text