કલ્યાણપર ગામમાં ખેતરના શેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મુક્યા

- text


ટીટોડીએ ચૈત્રમાં ઈંડા મુકતા ગામલોકોમાં આશ્ચર્ય સર્જાયું

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં આવેલ એક ખેતરના શેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મુક્યા છે. સામાન્ય રીતે, વૈશાખ માસના અંતમાં ટીટોડી ઈંડા મુકતી હોય છે. પરંતુ હાલે ચૈત્ર માસમાં ટીટોડીએ ઈંડા મુકતા ગામલોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના ટપુભાઈ દુબરીયાના ખેતરે ટીટોડીએ શેઢા પર ટોચે ઈંડા મુક્યા છે. ટીટોડીએ ઉંચાણવાળા ભાગે ઇંડા જરૂર મૂક્યા છે પરંતુ પાણીના નિકાલવાળા શેઢે ચારે ઈંડા ઉભા છે અને તેની ટોચ જમીનમાં છે, ત્યારે ટીટોડીના ઈંડાથી મળેલા સંકેતોએ ખેડૂતોને વિચારમાં નાખી દીધા છે.

ઉલ્લેખનીય છે કે ટીટોડી મુખ્યત્વે વૈશાખ મહિનાના અંતમાં ઈંડા મુકતી હોય છે અને જેઠ મહિનામાં તેના બચ્ચા જોવા મળે છે. પરંતુ ચૈત્ર માસમાં ટીટોડીએ ઈંડા મુકતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. અને ચોમાસુ વહેલું બેસવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો. કમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સેટેલાઈટ ન હતા. ત્યારે ભાવિ વરસાદની આગાહી વડવાઓ ટીટોડીના ઈંડા સહિતના આવા અવલોકન આધારે કરતા હતા.

- text

- text