માળીયા નજીક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

- text


પીપળીયા ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત

મોરબી : માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મિયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે અને નાના દહીંસરા ગામના પાટિયા નજીક આજે એક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં વાઘેલા ભરતભાઈ નાનુભાઈ (રહે માળીયાના બગસરા ગામ) ને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

- text

- text