જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં મોરબીમાં કોંગ્રેસના ધરણા

- text


લોકશાહી બચાવો, સવિધાન બચાવો અભિયાન હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડી મુકવાની માંગ સાથે નારેબાજી કરી

મોરબી : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા થયેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેથી આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.લોકશાહી બચાવો, સવિધાન બચાવો અભિયાન હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડી મુકવાની માંગ સાથે નારેબાજી કરી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા થયેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેથી આજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડી મુકવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા, કોંગી અગ્રણી રમેશ રબારી, મુકેશ ગામી સહિતનાએ જણાવ્યું કે, લોકશાહીમાં સત્યનો આવાજ ઉઠાવે એનો અવાજ ભાજપની સરકાર દબાવી દેતી હોવાનો આક્ષેપ કર્યો છે. આવી જ રીતે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો આવાજ દબાવી દઈને તેની રાતોરાત આસામ પોલીસ કરેલી ધરપકડને વખોડી કાઢીને આ ધારાસભ્યને નિર્દોષ છોડી મુકવાની માંગ કરી હતી.

- text

- text