ટંકારાના વીરવાવ નજીક બે રાષ્ટ્રીય પક્ષી ઢેલના અકાળે મોત

- text


પવનચક્કીમાં વીજશોક લાગતા માદા મોરનું મૃત્યુ થયાનો ગ્રામજનોનો આક્ષેપ

ટંકારા : ટંકારા તાલુકાના ગ્રામજનો માટે અભિશાપરૂપ બનેલ પવનચકકી અત્યાર સુધી માનવ જિંદગી અને અબોલ જીવો માટે બાધા રૂપ બની રહ્યા બાદ ગઈકાલે મિતાણા નર્સરી નજીક અને વીરવાવ ગામ પાસે એક સાથે બબ્બે રાષ્ટ્રીય પક્ષીના મોતનું કારણ બન્યાનું બહાર આવ્યું છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ પવનચક્કીની હેવી વીજલાઈનમાંથી શોક લાગતા બે ઢેલના મૃત્યુ નિપજયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા મિતાણા રોડ ઉપર આવેલ મિતાણા નર્સરી નજીક અને વીરવાવ ગામ પાસે ગઈકાલે સવારે અને સાંજના સમયે બે અલગ અલગ ઘટનામાં રાષ્ટ્રીય પક્ષી એવી બે માદા મોર એટલે કે ઢેલના મૃત્યુ નિપજયા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોએ પવનચકકી મોરના મૃત્યુ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

નોંધનીય છે કે બબ્બે માદા મોરના મૃત્યુ બાદ જંગલખાતાના અધિકારીઓ બનાવસ્થળે દોડી આવ્યા હતા અને માદા મોરના મૃત્યુનું કારણ જાણવા બન્નેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવા કાર્યવાહી હાથ ધરી જરૂર પડ્યે જવાબદાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાના સંકેતો આપ્યા હતા.

- text

- text