મોરબીના ઘુંટુ નજીક રોયલ બ્લેક એપલ વોડકાની 20 બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે સરકારી દવાખાના પાસેથી મોરબી તાલુકા પોલીસે રોયલ બ્લેક એપલ વોડકાની 20 બોટલ સાથે યુવાનને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઘુંટુ ગામે સરકારી દવાખાના પાસેથી રમણીકભાઇ પ્રાણજીવનભાઇ વિરપરીયાને રોયલ બ્લેક એપલ વોડકાની બોટલ નંગ-20 કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહીય હાથ ધરી હતી.

- text

- text