બાળ શ્રમિકોને કામે રાખનાર સીરામીક ફેકટરીના લેબર કોન્ટ્રાકટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ રામેસ્ટ ગ્રેનીટો સીરામીક ફેકટરીમાં બાળ મજૂરોને કામે રાખવા મામલે અમદાવાદની સંસ્થાના પ્રતિનિધિની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસ મથકમાં લેબર કોન્ટ્રાકટરો વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ રામેસ્ટ ગ્રેનીટો સીરામીક ફેકટરીમાં બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળતા અમદાવાદની બચપન બચાવો સંસ્થાએ મોરબી ચાઈલ્ડ લાઈન ટીમને સાથે રાખી રેઈડ કરતા નવ બાળ અને તરુણ મળી આવતા આ મામલે અમદાવાદની સંસ્થાના દામીનીબેન વિજયભાઇ પટેલ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફેકટરીના લેબર કોન્ટ્રાકટર રાજુભાઇ તથા ગણેશભાઇ તથા બાપુશીંગ તથા શંકરભાઇ રહે.બધા-રામેસ્ટ ગ્રેનીટો કારખાનામાં વાળાઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

વધુમાં મોરબી તાલુકા પોલીસે લેબર કોન્ટ્રાકટર રાજુભાઇ તથા ગણેશભાઇ તથા બાપુશીંગ તથા શંકરભાઇ વિરુદ્ધ બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) ૧૯૮૬ (સને.૨૦૧૬ મા સુધાર્યા અનુસાર) ની કલમ ૩(એ), ૧૪ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text