રેસિપી સ્પેશ્યલ : ઉનાળામાં ઠંડક મેળવવા ઘરે જ બનાવો કેસર કુલ્ફી

- text


ઉનાળામાં બાળકોથી લઈને વડીલો સુધી સૌને આઈસ્ક્રીમ, કુલ્ફી અને ગોલા ખાવાનું સૌથી વધુ ગમે છે. જો પરિવારના લોકો કુલ્ફી ખાવાના શોખીન હોય તો ઘરે જ કોલ્ડ કેસર કુલ્ફી ચોક્કસ બનાવો. આમ તો કુલ્ફીની તમામ ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ક્રીમ અને કેસરવાળી કુલ્ફીની વાત અલગ છે. ત્યારે બાળકોને બજારની કુલ્ફી ખવડાવવા ટાળી ઘરે સરળતાથી કુલ્ફી બનાવીને ખવડાવી શકાય છે.

કેસર કુલ્ફી માટેની સામગ્રી

1. 1 કપ માવો
2. 4 કપ દૂધ
3. કપ કેસ્ટર ખાંડ
4. કેટલાક કેસરના દાણા
5. પીળો રંગ
6. બારીક સમારેલા કાજુ, બદામ અને પિસ્તા

- text

કેસર કુલ્ફીની રેસીપી

1. સૌથી પહેલા એક ભારે તળિયાવાળા વાસણમાં દૂધને ઉકળવા મૂકો.
2. દૂધ અડધું થઈ જાય એટલે માવો, ખાંડ અને કેસર નાખીને પકાવો.
3. સહેજ રાંધાઈ જાય એટલે તેમાં ફૂડ કલર અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને હલાવો.
4. હવે તૈયાર કરેલ કુલ્ફી દૂધને થોડું ઠંડુ થવા માટે રાખો.
5. તેને કુલ્ફીના મોલ્ડમાં અથવા જે વાસણમાં તમે આઈસ્ક્રીમ સ્ટોર કરવા માંગો છો તેમાં મૂકો.
6. કુલ્ફીને સેટ થવા માટે ફ્રીજમાં આખી રાત રાખો.
7. જ્યારે તમારે કુલ્ફી ખાવાની ઈચ્છા થાય ત્યારે મોલ્ડને મીઠાના પાણીમાં થોડી વાર મૂકી રાખો. ત્યારબાદ તેમાંથી બહાર કાઢીને ખાઈ શકો છો.

- text