નવી પેન્શન યોજનાના અમલ સામે કર્મચારી મંડળો મેદાને : કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

- text


 

 

મોરબી: ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં જુની પેન્સન યોજના લાગુ છે તેથી ગુજરાતમાં પણ લાગુ કરવાની માગણી સાથે કર્મચારી મંડળો મેદાને આવ્યા છે. આજે વિવિધ મંડળોએ કાળી પટ્ટી ધારણ કરી નવી પેન્શન યોજના સામે વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ આજરોજ શાળાના તમામ આચાર્યો, શિક્ષકો અને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને નવી પેન્શન યોજનાના અમલીકરણ સામે વિરોધ નોંધાવ્યો હતો સાથે જ બેનર દર્શાવીને પોતાની માગણી સંતોષાય તેવી ઉગ્ર રજુઆત કરી હતી.

- text

ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પણ જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે ક્રમશ આંદોલન શરૂ કરવાની યોજનાના ભાગરૂપે આજે મોરચા સાથે જોડાયેલ તમામ મંડળો/સંઘોના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી બ્લેક ડે તરીકે ઉજવ્યો હતો. જિલ્લા સેવા સદન મોરબી ખાતે લોકલ ફંડ કચેરી અને તિજોરી કચેરીના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી નવી પેન્શન યોજના સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

- text