MCX : સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ

- text


કોટન, મેન્થા તેલ, રબરમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં 92 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 867 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 53 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,76,045 સોદાઓમાં કુલ રૂ.13,945.16 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 92 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 867 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 53 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 58,328 સોદાઓમાં કુલ રૂ.3,065.34 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,551 અને નીચામાં રૂ.51,300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.204 ઘટી રૂ.51,381ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.175 ઘટી રૂ.41,261 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.5,140ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,531ના ભાવે ખૂલી, રૂ.316 ઘટી રૂ.51,317ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,374ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,456 અને નીચામાં રૂ.66,782 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 570 ઘટી રૂ.66,917 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 537 ઘટી રૂ.67,123 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.516 ઘટી રૂ.67,146 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,901 સોદાઓમાં રૂ.1,321.65 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.15 વધી રૂ.284.10 અને જસત એપ્રિલ વાયદો રૂ.4.80 વધી રૂ.349ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.50 ઘટી રૂ.816.95 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.2,410 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.187ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 48,894 સોદાઓમાં કુલ રૂ.3,849.23 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,725 અને નીચામાં રૂ.7,449 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.152 ઘટી રૂ.7,614 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.90 ઘટી રૂ.426.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,416 સોદાઓમાં રૂ.139.95 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,189.50 બોલાઈ રહ્યો હતો. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.42,970 અને નીચામાં રૂ.41,830 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.590 વધી રૂ.42,830ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,780ના ભાવે ખૂલી, રૂ.162 વધી રૂ.17773 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.70 વધી રૂ.1102.50 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,461 સોદાઓમાં રૂ.1,612.28 કરોડનાં 3,108.891 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 47,867 સોદાઓમાં કુલ રૂ.1,453.06 કરોડનાં 215.857 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 32,283 સોદાઓમાં રૂ.2,780.61 કરોડનાં 36,73,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 16,611 સોદાઓમાં રૂ.1,069 કરોડનાં 24970000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 895 સોદાઓમાં રૂ.115.24 કરોડનાં 27200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 515 સોદાઓમાં રૂ.24.55 કરોડનાં 222.84 ટન, રબરના વાયદાઓમાં 4 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 4 ટનના વેપાર થયા હતા.

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,718.804 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 336.548 ટન, ક્રૂડ તેલમાં 536500 બેરલ અને નેચરલ ગેસમાં 11375000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 142250 ગાંસડી, મેન્થા તેલમાં 421.2 ટન, રબરમાં 65 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 535 સોદાઓમાં રૂ.42.16 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 530 સોદાઓમાં રૂ.41.64 કરોડનાં 552 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 2 સોદાઓમાં રૂ..21 કરોડનાં 2 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 3 સોદાઓમાં રૂ..31 કરોડનાં 3 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 569 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 40 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 41 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,156ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,170 અને નીચામાં 8,117ના સ્તરને સ્પર્શી, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 110 પોઈન્ટ ઘટી 8,148ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 15,119ના સ્તરે ખૂલી, 92 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 118 પોઈન્ટ ઘટી 15,046ના સ્તરે અને મેટલડેક્સએપ્રિલ વાયદો 21,422ના સ્તરે ખૂલી, 867 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 111 પોઈન્ટ ઘટી 20989 ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 59971 સોદાઓમાં રૂ.5,526.83 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.116.59 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.27.68 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,836.18 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.545.77 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 193.74 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.280 ખૂલી, ઊપરમાં રૂ.310 અને નીચામાં રૂ.224 રહી, અંતે રૂ.84.20 ઘટી રૂ.265 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.430ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.65 ખૂલી, ઊપરમાં રૂ.28.80 અને નીચામાં રૂ.24.85 રહી, અંતે રૂ.6.20 ઘટી રૂ.26.40 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.951 ખૂલી, ઊપરમાં રૂ.980 અને નીચામાં રૂ.875 રહી, અંતે રૂ.202 ઘટી રૂ.925.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.393.50 ખૂલી, ઊપરમાં રૂ.441 અને નીચામાં રૂ.315.30 રહી, અંતે રૂ.46 વધી રૂ.357 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.420ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.23.10 ખૂલી, ઊપરમાં રૂ.25.95 અને નીચામાં રૂ.22.40 રહી, અંતે રૂ.2.75 વધી રૂ.24.10 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.260 ખૂલી, ઊપરમાં રૂ.290 અને નીચામાં રૂ.260 રહી, અંતે રૂ.37.50 વધી રૂ.284.50 થયો હતો.

- text