ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પણ કેપ્ટન કૂલ ધોનીની છે અધધધ કમાણી..

- text


એક વર્ષમાં ધોનીની આવકમાં આશરે 30 ટકાનો વધારો જોવા મળ્યો

મોરબી : ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરનાર મહેન્દ્રસિંહ ધોનીની કમાણી અધધધ છે. આમ, ધોનીએ ક્રિકેટની સાથે કમાણી કરવા પણ સૌના રેકોર્ડ તોડી નાખ્યા છે. કારણ કે એક વર્ષમાં ધોનીની આવકમાં આશરે 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વિકેટ-કીપર બેટ્સમેન એમ. એસ. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેની કારકિર્દીમાં તેના ઘણા રેકોર્ડ છે. જે આવનારા સમયમાં ભાગ્યે જ કોઈ ખેલાડી બનાવી શકશે. ધોની એક એવો ખેલાડી છે જે સંન્યાસ લીધા પછી પણ તેટલી જ કમાણી કરે છે જેટલી તે રમતી વખતે કમાતો હતો.

- text

આવકવેરા વિભાગના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં તેમની આવકમાં લગભગ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેણે વર્ષ 2021-22 માટે આવકવેરા વિભાગને એડવાન્સ ટેક્સ તરીકે 38 કરોડ પણ ચૂકવ્યા છે, જ્યારે ગયા વર્ષે એટલે કે વર્ષ 2020-21માં આ રકમ માત્ર 30 કરોડની આસપાસ હતી. તેમજ ધોની દ્વારા જમા કરાયેલા 38 કરોડના એડવાન્સ ટેક્સ અનુસાર, વર્ષ 2021-22માં તેની કમાણી લગભગ 130 કરોડ રહેવાની આશા છે.

- text