ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે

- text


મોરબી : મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર જઈ ચકાસણી કરી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહના નિયમિત, રીપીટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની માર્ચ – ૨૦૨૨ મોરબી જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન લેવાનાર છે.આ પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેનાર છે તેઓને પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી પરીક્ષા ચાલુ થયાના આગળના દિવસે કરવાની રહેતી હોય છે. પરંતુ આ વખતે તા. ૨૭/૦૩/૨૦૨૨ રવિવારના રોજ વન સંરક્ષક પરીક્ષા (વર્ગ – ૩)નું આયોજન મોરબી જિલ્લાના કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે. જેથી ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ પરીક્ષાર્થીઓએ પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી કરવા તા.૨૭/૦૩/૨૦૨૨ રવિવારના બપોરે ૦૪:૦૦ કલાક થી ૦૬:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે જેની તમામ સ્થળ સંચાલકશ્રી/આચાર્યશ્રી /વિદ્યાર્થીઓ/વાલીઓએ ધ્યાને લેવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text