મોરબીમાં વરલી મટકા અંગે ત્રણ સ્થળે દરોડા

- text


વાંકાનેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ અને લીલાપર રોડ ઉપર વરલી મટકાના જુગાર અંગે અલગ અલગ ત્રણ દરોડા પાડયા હતા જ્યારે વાંકાનેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પંચાસર રોડ ઉપર સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમાડતા રમણિકભાઈ મનુભાઈ ડાભીને રોકડા રૂપિયા 560 સાથે તેમજ વિશાલભાઇ લખમણભાઇ પરમારને રોકડા 740 સાથે ઝડપી લીધેલ જ્યારે લીલાપર રોડ ઉપરથી કેતન ગોપાલ ભડાણીયાને રોકડા રૂપિયા 220 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા ચોકડી નજીકથી વલકુભાઇ સુખાભાઇ રૂદાતલા અને મનસુખભાઇ રત્નાભાઇ ગંજેરીયા રહે. બન્ને સરતાનપર વાળાને નોટ નંબરનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કર્યા હતા.

- text