મોરબી – વાંકાનેરમાંથી દારૂ સાથે ત્રણ ઝડપાયા

- text


મોરબી સિટી એ, સિટી બી અને વાંકાનેર સિટી પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી અને વાંકાનેર શહેરમાંથી પોલીસે વિદેશી દારૂ અંગેની ત્રણ અલગ – અલગ કાર્યવાહી કરી ત્રણ શખ્સોને વિદેશીદારૂ સાથે ઝડપી લીધા હતા.

વિદેશી દારૂના પ્રથમ કિસ્સામાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રણછોડનગર આંબેડકર સ્કુલ પાસેથી વિશિપરા મદીના સોસાયટીમાં રહેતા આરીફભાઇ અબ્દુલભાઇ પારેડીને બ્લેક જેગવાર બ્રાન્ડની રમની 14 બોટલ કિંમત રૂપિયા 4200 સાથે ઝડપી લીધો હતો.

જ્યારે સિટી એ ડિવિઝન પોલીસે મોરબી રવાપર ગામના ઝાપા પાસેથી રવાપર ગામના ભગવાનજીભાઇ પ્રભુભાઇ ચાડમીયાને મેકડોવેલ્સ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ ઉપરાંત વાંકાનેર સિટી પોલીસે લુણસરીયા ફાટક નજીકથી ચોટીલાના પ્રકાશભાઇ ઉર્ફે લાલો હસમુખભાઇ માણેકને રૂપિયા 350ની કિંમતની એક બોટલ દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text