મોરબીમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો ધમધમાટ

- text


મુખ્યમંત્રીને આવકારવા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ
મોરબી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમના સ્થળે સમગ્ર વ્યવસ્થા પૂર્ણતાના આરે

મોરબી : આગામી તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કોરોના કાળ દરમિયાન સ્થગિત થયેલ ગરીબ કલ્યાણ મેળાઓ ફરીથી શરૂ થતાં રાજ્યભરમાં તા.૨૪,૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.૨૪ ફેબ્રુઆરીના રોજ દાહોદ,તા.૨૫ ફેબ્રુઆરીના રોજ મોરબી તેમજ તા.૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલી મુકામે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીને આવકારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.જ્યારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું મોરબી આવવાનું નક્કી થયું છે.ત્યારથી જ સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ કમિટિઓની મિટિંગ તેમજ કામગીરીની સોંપણી કરી ગરીબ કલ્યાણ મેળાના આયોજન અને વધુને વધુ લાભાર્થીઓને લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મોરબી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમના સ્થળે પણ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને અનુરૂપ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે.મંડપ, ડેકોરેશન,પ્રવેશ દ્વાર,લાભાર્થીઓની બેઠક વ્યવસ્થા,લાભાર્થીઓને સહાય આપવા માટેના વિવિધ વિભાગોના સ્ટોલ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text