માનવ ગરીમા યોજના હેઠળ અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા વિવિધ સહાય અર્પણ કરાશે

- text


ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસે અનેક લાભાર્થીઓને મળશે તેમની સાધન સહાય કીટ

મોરબી : ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલીત અને નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ મોરબી મારફત માનવ ગરિમા યોજનાનો લાભ મોરબી જિલ્લાનાં અનુસૂચિત જાતિનો લાભાર્થીઓને આપવામાં આવે છે.

અનુસૂચિત જાતિના નાના ધંધાર્થીઓ પોતાનો રોજગાર કરી શકે અને પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે માનવ ગરીમા યોજના હેઠળ કુલ ૨૮ ધંધા-વ્યવસાય માટે જુદી-જુદી કીટ્સ આપવામાં આવે છે.

આગામી તા. ૨૫/૦૨/૨૦૨૨ ના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અનુસુચિત જાતિ કલ્યાણ મોરબી મારફત કુલ ૩૮ અનુસૂચિત જાતિનાં લાભાર્થીઓને ઇલેક્ટ્રીક એપ્લાયસીસ રીપેરીંગ-૮, ખેતીલક્ષી લુહારી કામ-૬, અથાણા બનાવટ-૧, પ્લમ્બર-૧૦ તથા સેન્ટિગ કામ-૧૩ માનવ ગરિમા યોજના હેઠળ સાધનોની કિટ્સનું વિતરણ કરવામાં આવશે.

- text

માનવ ગરીમા યોજના હેઠળ કુલ-૩૮ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને કુલ ૫,૦૫,૦૪૦ ની રકમના સાધનોની કીટ્સનું વિતરણ કરવામાં આવશે. આમ, આ યોજનાથી અનુજાતિનાં નાના ધંધાર્થીઓને પોતના ધંધાને લગત કીટ્સના સાધનો દ્વારા આર્થિક ઉપાર્જનમાં વધારો થઇ પોતાના કુટુંબ નું જીવન સારી રીતે પસાર કરી શકે છે તેમ નાયબ નિયામક અનુ. જાતિ કલ્યાણ મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text