સૌરાષ્ટ્ર યુનિ.ના B.Sc. સેમ.-3ના રિઝલ્ટમાં મોરબી જિલ્લા ટોપ-5માં નવયુગ કોલેજ છવાઈ

- text


મોરબી : તાજેતરમાં જાહેર થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 3ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ મોરબી જિલ્લાના ટોપ 5 માં સ્થાન પામી હતી.જિલ્લા ટોપ 10 માં 9 વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખે સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

- text

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યુ હતું.સફળતાના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 5માં તમામ 5 સ્થાન નવયુગની વિદ્યાર્થિનીઓએ મેળવ્યા હતા.કોલેજ પ્રથમ પંડ્યા પ્રેક્ષા ૯૨.૫૫%,દ્વિતીય રૈયાણી પ્રિયાંશી ૯૧.૬૪%,તૃતીય આદ્રોજા માનસી ૯૦.૯૧%,ચતુર્થ વડાવિયા રાધિકા ૯૦.૭૩% અને પાંચમું સ્થાન ભટ્ટાસણા ખુશાલી ૮૯.૨૭% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો.આ સિવાય જિલ્લા ટોપ 10 માં 9 વિદ્યાર્થિનીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

- text