મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

- text


પાટીદાર સમાજના યુગલ લગ્નગ્રંથીથી જોડાયા

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા.યુગલોને નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.તથા લગ્નનો તમામ ખર્ચ પૂર્વ ધારાસભ્યે ઉપાડ્યો હતો.આ ઘડિયા લગ્નનો લાભ દરેક સમાજના લોકો લઇ રહ્યા છે.

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે.આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે.તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.

- text

ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં જયશ્રીબેન સવજીભાઈ સરડવાના પ્રવીણ ભાઈ મગનભાઈ બાવરવા સાથે યોજાયા હતા.જેમાં મણિલાલ સરડવા માળિયા તાલુકા ભાજપ પ્રમુખ નયનભાઈ કાવર, રવિભાઈ ઘુમલીયા માળિયા તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ,ગોપાલભાઈ સરડવા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ,મનસુખભાઈ આદ્રોજા પૂર્વ મહામંત્રી માળિયા તાલુકા ભાજપ,લીંબાભાઇ મસોત અગ્રણી ઉદ્યોગપતિ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ

- text