MCX : કોટનના વાયદામાં નોંધાયું રૂ.646 કરોડનું દૈનિક ઉચ્ચતમ ટર્નઓવર

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.7,125ના સ્તરને સ્પર્શ્યોઃ કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક નરમાઈઃ બુલડેક્સ વાયદામાં 158 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 219 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 107 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,26,824 સોદાઓમાં કુલ રૂ.19,491.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 158 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 219 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 107 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

દરમિયાન, 21 ફેબ્રુઆરીને સોમવારે મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં રૂ.646.62 કરોડનું ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાનનું રેકોર્ડ દૈનિક ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે કોટનમાં 6,931 લોટ્સનાં વોલ્યુમ સાથે 9,058 લોટ્સ (2,26,450 ગાંસડી)નો ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયો હતો. મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,06,417 સોદાઓમાં કુલ રૂ.6,877.94 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,447ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,687 અને નીચામાં રૂ.50,082 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.76 વધી રૂ.50,154ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.277 વધી રૂ.40,024 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.4,934ના ભાવે પહોંચ્યો હતો.

સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,150ના ભાવે ખૂલી, રૂ.75 વધી રૂ.50,073ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,959ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,744 અને નીચામાં રૂ.63,940 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 515 વધી રૂ.64,106 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 525 વધી રૂ.64,231 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.495 વધી રૂ.64,222 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 55,350 સોદાઓમાં કુલ રૂ.4,399.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,765ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,125 અને નીચામાં રૂ.6,649 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.155 વધી રૂ.7,023 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.14 ઘટી રૂ.341.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 3,151 સોદાઓમાં રૂ.405.77 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,987 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.36,560ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,000 અને નીચામાં રૂ.36,450 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.180 ઘટી રૂ.36,810ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,190ના ભાવે ખૂલી, રૂ.238 ઘટી રૂ.16169 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.954.90 થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 27,386 સોદાઓમાં રૂ.3,597.82 કરોડનાં 7,136.112 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 79,031 સોદાઓમાં કુલ રૂ.3,280.12 કરોડનાં 505.978 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 20,612 સોદાઓમાં રૂ.2,265.68 કરોડનાં 32,19,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 34,738 સોદાઓમાં રૂ.2,134 કરોડનાં 62388750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 2,524 સોદાઓમાં રૂ.380.82 કરોડનાં 103225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 604 સોદાઓમાં રૂ.24.50 કરોડનાં 254.16 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.33 કરોડનાં 20 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,716.956 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 403.547 ટન, ક્રૂડ તેલમાં 1030100 બેરલ અને નેચરલ ગેસમાં 9387500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 223325 ગાંસડી, મેન્થા તેલમાં 398.52 ટન, રબરમાં 73 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2519 સોદાઓમાં રૂ.225.57 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,355 સોદાઓમાં રૂ.106.32 કરોડનાં 1,443 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 939 સોદાઓમાં રૂ.97.99 કરોડનાં 1,039 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 225 સોદાઓમાં રૂ.21.26 કરોડનાં 240 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 767 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,194 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 224 લોટ્સના સ્તરે રહ્યો હતો.

એનર્જીડેક્સ માર્ચ વાયદો 7,060ના સ્તરે ખૂલી, ઊપરમાં 7,143 અને નીચામાં 7,036ના સ્તરને સ્પર્શી, 107 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 19 પોઈન્ટ વધી 7,056ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,656ના સ્તરે ખૂલી, 158 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 72 પોઈન્ટ વધી 14,669ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 18,731ના સ્તરે ખૂલી, 219 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 203 પોઈન્ટ વધી 18906 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 43071 સોદાઓમાં રૂ.4,186.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.441.59 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.292.08 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,085.97 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.366.55 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 148.04 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.333.10 ખૂલી, ઊપરમાં રૂ.430 અને નીચામાં રૂ.311 રહી, અંતે રૂ.78.60 વધી રૂ.371.20 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.499 ખૂલી, ઊપરમાં રૂ.610 અને નીચામાં રૂ.418.50 રહી, અંતે રૂ.37 વધી રૂ.439 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.27 ખૂલી, ઊપરમાં રૂ.28.25 અને નીચામાં રૂ.18.70 રહી, અંતે રૂ.4.75 ઘટી રૂ.21 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.385.80 ખૂલી, ઊપરમાં રૂ.399 અને નીચામાં રૂ.305.50 રહી, અંતે રૂ.61.50 ઘટી રૂ.344.50 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.260 ખૂલી, ઊપરમાં રૂ.296 અને નીચામાં રૂ.191 રહી, અંતે રૂ.23 ઘટી રૂ.286.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.63,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.103 ખૂલી, ઊપરમાં રૂ.139 અને નીચામાં રૂ.52 રહી, અંતે રૂ.131.50 ઘટી રૂ.120 થયો હતો.

- text