કોરોનાના આજે માત્ર 2 જ કેસ : એક્ટિવ કેસ 27 જ રહ્યા

- text


 

વાંકાનેર અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 16 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 2 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 27 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 837 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 16 દર્દીઓ રિકવર પણ થયા છે.

- text

22 ફેબ્રુઆરી, મંગળવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 00
મોરબી શહેર : 00
વાંકાનેર ગ્રામ્ય : 01
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 01
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 02

22 ફેબ્રુઆરી, મંગળવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 09
વાંકાનેર તાલુકા : 05
હળવદ તાલુકા : 00
ટંકારા તાલુકા : 02
માળિયા તાલુકા : 00
કુલ ડિસ્ચાર્જ : 16

- text