હળવદના માનગઢનો ભરવાડ સમાજનો યુવાન ટ્રેનિંગ પૂર્ણ કરી બંગાળમાં આર્મીમાં ફરજ બજાવશે

- text


ફૌજી યુવાન માદરે વતન આવતા ગ્રામજનોએ અદકેરું સ્વાગત કર્યું

હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પોતાના વતન માનગઢમાં આવતા આર્મીમેન યુવાનનું ગામમાં ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું અને સમગ્ર ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો પણ જોડાયા હતા. નિલેશભાઈના સ્વાગત માટે ગામના યુવા ટીમ,મિત્રો તેમજ તેમનો પરિવાર અને ગ્રામજનો હાજર રહ્યા હતા તો બીજી તરફ પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા તો મિત્રો પણ લાગણીમાં ગળગળા થઈ ગયા હતા.

હળવદ તાલુકાના માનગઢ ગામે રહેતા અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા વાઘાભાઈ ગોલતરના પુત્ર નિલેશભાઈ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરે વતન માનગઢ આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું સાથે જ આર્મીમેન યુવાન બંગાળમાં આર્મીમાં ફરજ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે નાના એવા માનગઢ ગામના ભરવાડ સમાજના દીકરા,દીકરીઓ ભણીને એન્જીનિયર,ડોક્ટર,નર્સ શિક્ષક,પોલીસ બની ગામને અને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

- text