મોરબીમાં ચારણ સમાજ દ્વારા 4 જાન્યુઆરીએ સોનલમાંનો જન્મોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં ચારણ ગઢવી સમાજ દ્વારા આગામી તા. 4 જાન્યુઆરીના રોજ સોનલ માતાજીનો 98મા જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે.

‘સોનલબીજ’ની ભાવભેર ઉજવણી કરવા માટે સમસ્ત ચારણ ગઢવી યુવક મંડળ મોરબીની સોનલમાં જન્મોત્સવ સમિતિ દ્વારા આગામી તા. 4 જાન્યુઆરીના રોજ સોનલમાંનો 98મા જન્મોત્સવ ઉજવાશે. જેમાં શોભાયાત્રા સવારે 8 કલાકે કબીર આશ્રમ કબીર ટેકરીથી નીકળી કાર્યક્રમ સ્થળ રામાનંદીની વાડી, સબ જેલ, રામઘાટ, મોરબી ખાતે પહોંચશે. મહાઆરતી સવારે 10 કલાકે, તેજસ્વી ચારણ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સવારે 10-30 કલાકે, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મહિલા મોરબી દ્વારા હરીરસ-દેવીયાણ પાઠ સવારે 11 કલાકે તથા મહાપ્રસાદ બપોરે 12 કલાકે યોજાશે. વધુ વિગત માટે મુકેશભા મારુનો મો.નં. 97272 31816 પર સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text