મોરબી જિલ્લા ભાજપ દ્વારા લઘુમતી મોરચાના હોદેદારોની વરણી

- text


મોરબી : મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા લઘુમતિ મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત થતા તેઓને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આજે લઘુમતી મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે મોહમ્મદ વલીભાઈ ચાનીયા, મહામંત્રી તરીકે સિદીકભાઈ આલીભાઈ સુમરા, ઉપપ્રમુખ તરીકે હનીફભાઇ મુસાભાઈ લોલાડીયા, અવેશભાઈ કાસમભાઈ મોવર, હુસેનભાઇ સૈફુદ્દીનભાઈ ભારમલ, મોઝમીલભાઈ યુસુફભાઈ ઘાચી,ઇસ્માઇલ હિસમતખા ખોરામ, મંત્રી તરીકે હસમુખભાઈ હાકેમચંદ્ર દોશી, આદમભાઈ ભુરાભાઈ રાઉમા, અકબરભાઈ રહીમભાઈ માથકીયા, ઈસ્માઈલભાઈ મુસાભાઇ કટારીયા, અલ્તાફભાઈ હુસેનભાઇ માલાણી, કોષાધ્યક્ષ તરીકે કાસમભાઈ ઈલિયાસભાઈ ભોરીયા અને કાર્યાલય મંત્રી તરીકે હનીફાબેન ઉમરશા શાહમદારની વરણી કરવામાં આવી છે.

- text