ટંકારાના લતીપર રોડ ઉપર રોઝડું આડુ ઉતરતા કારને અકસ્માત નડ્યો

- text


સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિનો બચાવ

ટંકારા : ટંકારાથી જામનગર તરફના લતીપર રોડ ઉપર રોઝડું આડું ઉતરતા જામનગર તરફથી આવી રહેલી સ્કોર્પિયો કારને ગંભીર અકસ્માત નડ્યો હતો.જો કે સદનસીબે કારમાં બેઠેલા બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.

આ અકસ્માતની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાથી જામનગર તરફના લતીપર રોડ ઉપર રોઝડું આડું ઉતરતા જામનગર તરફથી આવી રહેલી સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો. જો કે કારની એર બેગ ખુલી જતા કારમા સવાર બન્ને વ્યક્તિઓનો જીવ બચી ગયો હતો. પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે આ કારને ભારે નુકશાન થયું હતું. આ બનાવને પગલે લોકો દોડી ગયા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢીને જરૂરી મદદ કરી હતી.જ્યારે રોઝડાને પણ ઇજા થતાં તેમની મદદે પણ સ્થાનિક લોકો દોડી ગયા હોવાનું જાણવા મળે છે

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text