મોરબીના ઝીંઝુડામાંથી ઝડપાયેલા રૂ.600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

- text


સલાયા, જોડિયા અને ઝીંઝુડાના ત્રણ ડ્રગ્સ માફિયા પોલીસ ગિરફતમાં : પાકિસ્તાનના ઝાહિદ બશીર બલોચ પાસેથી દરિયાઈ માર્ગે હેરોઇનનો જથ્થો મંગાવ્યાનું ખુલ્યું

મોરબી : ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાનો પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ સતત પ્રયાસ કરી રહી છે ત્યારે પાકિસ્તાનથી આવેલા રૂપિયા 600 કરોડનું 120 કિલોગ્રામ હેરોઇન સગેવગે થાય તે પૂર્વે જ મોરબી એસઓજી અને એટીએસ દ્વારા સલાયા, જોડિયા અને મોરબીના ઝીંઝુડાના શખ્સને દબોચી લેવાતા સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો થયો છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ ભારતમાં નશીલા પદાર્થનો કાળો કારોબાર ચલાવવા ઈન્ડો-પાક ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન ઉપર ભારતીય મળતીયાઓ સુધી પહોંચાડવાની છે અને આ મળતીયાઓ દ્વારા હેરોઇન કિનારે લાવવાનું હોય છે અને આગળ અંતિમ નક્કી કરેલ સ્થાન પર લઈ જવાનું હોય છે. જો કે, ગુજરાત પોલીસ આવા તમામ પ્રયાસોને વ્યર્થ કરવામાં સફળ રહી છે, અને આ કાર્ટેલો દ્વારા મોકલવામાં આવેલ તમામ કન્સાઈનમેન્ટ સફળતાપૂર્વક જપ્ત કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આવા જ એક મોટા ડ્રગ્સનો જથ્થો મોરબી નજીક છુપાવાયો હોવાનું અને સગેવગે કરવામાં આવનાર હોવાની બાતમી એટીએસના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પટેલને મળી હતી.

વધુમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા ખંભાળીયા સલાયાના જબ્બાર તેમજ જોડિયાના ગુલામ ભગાડ દ્વારા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે હેરોઇનનો જથ્થો લાવી મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા બની રહેલ મકાનમાં માદક પદાર્થનો જથ્થો સંતાડયો હોવાની સચોટ હકીકત મળી હતી.

આ બાતમીને પગલે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે મોરબી એસઓજી ટીમને સાથે રાખી જીલ્લાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી રૂપિયા 600 કરોડના 120 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કરેલ છે.

પોલીસની સયુંકત ટીમે 600 કરોડના ડ્રગ્સ સાથે મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ઉ.વ.39 રહે. બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડીયા, જી. જામનગર, સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ, ઉ.વ.37 રહે. ઝીંઝુડા, તા. મોરબી, જી. મોરબી અને ગુલામ હુસૈન ઉંમર ભગાડ રહે સલાયા, દેવભૂમી દ્વારકા વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.

પોલીસની પ્રાથમીક પૂછપરછ દરમ્યાન આ જપ્ત કરેલ માલ, ગુલામ, જબ્બાર તથા ઇસા રાવ રહે. જોડીયા વાળા દ્વારા પાકિસ્તાનના ઝાહિદ બશીર બલોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મગાવેલ હતો જેની ડીલીવરી તેઓએ ઓક્ટોબર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં 23°28’100N and 67°40”00”E ઉપર લીધેલ હતી, અને આ જથ્થો તેઓએ દેવભૂમી દ્વારકાના દરિયા કિનારે કોઇ જગ્યાએ સંતાડેલ હતો જે બાદમાં મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદના નવા બની રહેલ મકાનમાં સંતાડેલ હતો.

ઉલ્લેખનીય છે કે, ઇસા હુસૈન રાવ રહે. જોડીયા વાળો આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયા વાળાના કાકા થાય છે તથા હાલ વોન્ટેડ છે. આ સંદર્ભે એ.ટી.એસ. ખાતે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે.

ઉપરાંત આરોપી ગુલામ તથા જબ્બાર અવાર-નવાર દુબઈ ખાતે જતા હોઈ ત્યાં પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવેલ હોવાની સંભાવના પણ પોલીસે વ્યક્ત કરી છે.

પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહીદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સના સને ૨૦૧૯ના ૨૨૭ કિલો હેરોઇનના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.વધુમાં ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું આ ષડયંત્ર સંયુક્ત આરબ અમીરાતના સોમાલી કેન્ટીન ખાતે રચવામાં આવેલ હોવાનું તેમજ કન્સાઇનમેન્ટ ભારતીય દાણચોરોને આપવામાં આવવાનું હતું જે બાદમાં તેઓ દ્વારા આફ્રીકન દેશોમાં મોકલાવવાનું હતું. પાકિસ્તાન અને ઈરાનના માદક પદાર્થોના દાણચોરોની સામાન્ય મોડસ ઓપરેન્ડી તેમના ભારતીય મળતીયાઓનો ઉપયોગ કરીને ડ્રગ્સને તેમના વાહકો દ્વારા લઈ જવામાં આવે છે, જો કે આ કિસ્સામાં એવું બહાર આવેલ છે કે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડાયેલા આરોપીઓએ આફ્રિકા જતા આ કન્સાઈનમેન્ટને પોતે મેળવી લેવાની લાલચના કારણે ભારતમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતમાં વિવિધ ખરીદદારોને આ નશીલો પદાર્થ વેચવાનો હેતુ હોવાનું પણ એટીએસ દ્વારા સતાવાર રીતે જાહેર કરાયું છે.

- text

600 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા આરોપી ગુલામ ભગાડ તાજેતરમાં સલાયા ખાતે મહોર્રમ તાજીયાના વખતે થયેલ રાયોટીંગના ગુનામાં પકડાયેલ હોવાનું તથા મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર જોડીયા પણ નામચીન દાણચોર હોઇ વિદેશના કેટલાય કાર્ટેલ્સ સાથે સંપર્કમાં હોવા ઉપરાંત વર્ષ ૨૦૨૦માં જ્યારે જબ્બારે તેની બોટ કરાચી, પાકિસ્તાન ખાતે એન્જીનની ખરાબી ના કારણોસર’ ડોક કરેલ હતી ત્યારે પાકિસ્તાન મેરીટાઇમ સીક્યુરીટી એજન્સી દ્વારા અટકાયત કરવામાં આવેલ તથા તેની ત્રણ દિવસ સુધી પાકિસ્તાની ખુફીયા એજન્સી આઇ.એસ,આઇ તથા પાકિસ્તાન મેરીટાઇમ સીકયુરીટી એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવેલ હોવાનું એટીએસ દ્વારા અંતમાં જનવાયુ હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text