મોરબીમાં નિરાધાર, વિકલાંગ અને વિધવાને પેન્શન ચુકવવામાં અન્યાય

- text


ત્રણ માસથી પેન્શન ન મળતા નિરાધારોની કફોડી હાલત

મોરબી : મોરબીમાં નિરાધાર, વિકલાંગ અને વિધવાને પેન્શન ચુકવવામાં અન્યાય થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા ત્રણ માસથી પેન્શન માટે નિરાધાર, વિકલાંગ અને વિધવા બહેનો સરકારી કચેરીના પગથિયાં ઘસી ઘસીને થાકી ગયા છતાં પેન્શન મળતું નથી અને ત્રણ માસથી પેન્શન ન મળતા નિરાધારોની કફોડી હાલત થઈ ગઈ છે.

- text

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, અશોકભાઈ ખરચરીયા અને મુસાભાઈ બ્લોચે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, નિરાધાર, વિકલાંગ અને વિધવાને સ્વર્ણિમ ગુજરાત હેઠળ દર મહિને પેન્શનની રૂ.750ની રકમ ચુકવવામાં આવે છે. પરંતુ ત્રણ માસથી આ લોકોના ખાતામાં પેન્શનની રકમ જમા થઈ જ નથી.તેથી પેન્શન ચુકવવામાં ક્યાં કારણોસર અન્યાય થાય છે ? નિરાધાર અને વિકલાંગ તેમજ વિધવા બહેનોની સાવ સામાન્ય સ્થિતિ છે. તેમને ઘરનું ગુજરાન ચલાવવા માટે આ પેન્શન મોટા ટેકારૂપ છે. ત્યારે ત્રણ મહિનાથી પેન્શન ન મળતું હોય લાગતી વળગતી સરકારી કચેરીમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા છતાં સરખો જવાબ પણ મળતો નથી. પેન્શન ન મળતા આ લોકો દિવાળી પણ ઉજવી શક્યા નથી. આ લોકોની હાલત ઘણી ખરાબ હોય વહેલી તકે તેમને પેન્શન ચુકવવાની માંગ કરી છે. અન્યથા મુખ્યમંત્રી સુધી આ બાબતે લડત ચલાવવાની ચીમકી આપી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text