અમરસર ફાટક નજીક બોલેરો હડફેટે બાઈકચાલકને ઇજા

- text


અકસ્માત સર્જી બોલેરોચાલક નાસી છૂટ્યો : પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર અમરસર ફાટકથી રાજકોટ તરફ જતા રોડ ઉપર દરગાહ નજીક માલવાહક બોલેરો ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઇકચાલકને ઈજાઓ પહોંચતા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અમરસર જેટકો પાવર હાઉસના ક્વાર્ટરમાં રહેતા આકાશભાઈ દિપકભાઈ જાદવ પોતાનું મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે માલવાહક બોલેરો નંબર. GJ-03-BV-2081ના ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા દિપક્ભાઈને જમણા હાથે ઇજા તેમજ ફ્રેક્ચર તથા જમણા પગે સાથળના ભાગે તથા નળાના ભાગે ફ્રેક્ચર કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે પોલીસે GJ-03-BV-2081 નંબરના બોલેરો ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪,૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો દાખલ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text