વાડીમાં ભેલાણ કરી રૂડાભાઈએ જાહીદભાઈનો ગાલ તોડી નાખ્યો

- text


વાંકાનેરના દલડી ગામના બનાવમાં પંચાયત ધારા સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં જાહીદભાઈના મગફળી વાવેલ ખેતરમાં ભેલાણ કરી રૂડાભાઈ ભરવાડે દાદાગીરી કરી લાકડી ફટકારી ગાલ તોડી નાખતા ગુજરાત પંચાયત ધારા સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના દીઘલિયા ગામે રહેતા અને દલડી ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા જાહીદભાઇ અલીભાઇ સેરશીયાની વાડીમાં દલડી ગામે રહેતા આરોપી રૂડા ડાયાભાઈ ભરવાડે મગફળીનું વાવેતર ઉભું હોવા છતાં પોતાના માલઢોર ચરાવતા જાહીદભાઈએ ના પડતા રૂડાભાઈ ભરવાડ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને જેમફવે તેમ ગાળો દઈ લાકડી વડે માર મારતા જાહીદભાઈને ગાલમાં ઇજા પહોંચતા પાંચ ટાંકા લેવા પડ્યા હતા.

- text

આ બનાવ અંગે જાહીદભાઈએ રૂડાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૪,૫૦૪, જી.પી એકટ ૧૩૫ તથા ગુજરાત પંચાયતી ધારની કલમ ૧૮૩ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text