મોરબીમાં જડેશ્વર મંદિર દ્વારા શરદપૂનમે દુર્ગાપૂજા, ગરબા તથા બટુકભોજનનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા શરદપૂનમના દિવસે દુર્ગાપૂજા, ગરબા તથા બટુકભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં જડેશ્વર મહાદેવ મંદિરમાં તા. 20ને બુધવારે શરદપૂનમે સાંજે 5થી 8 કલાકે અંબા માતાના મંદિર પાસે દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુર્ગાપૂજામાં 2થી 12 વર્ષની દીકરીઓનું પૂજન થશે અને સાથે ગરબાનો કાર્યક્રમ તથા બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ મંદિરની દશોદિશાના એરીયા પુરતો સિમિત રહેશે તથા પ્રથમ 551 દિકરીઓના પૂજનનું આયોજન છે. જેથી, ‘વહેલા તે પહેલા’ના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે.

આ કાર્યક્રમમાં માધાપર, અંબીકા રોડ, સ્ટેશન રોડ, નાગર પ્લોટ, જુના મહાજન ચોક, મહેન્દ્રપરા, રાવલ શેરી – કુંભાર શેરીની જ બાળાઓ ભાગ લઈ શક્શે. ગરબાનો કાર્યક્રમ હોવાથી તમામ દિકરીઓ ચણીયાચોલી પહેરી તૈયાર થઇને આવી શકે છે. જેના માટેનું ફોર્મ ભરીને તા. 18ના સાંજે 7 વાગ્યા સુધીમાં સંસ્થાના કાર્યાલયે જમા કરાવાનું રહેશે.

- text

આ દુગાપૂજામાં કોઇ અનુદાન (ફાળો) કે તથા બટુક ભોજનમાં દિકરીઓને ભેટ આપવા ઇચ્છતા હોય તો ટ્રસ્ટની ઓફીસમાં સંપર્ક કરી શકશે. આ કાર્યક્રમમાં સ્વયંમસેવક તરીકે સેવા આપી શકાશે. દિકરીઓનું પુજન કરવા માટે જેમને યજમાન પદે બેસવું હોય તેઓ યશવંત જોષી મો. 99747 68005 અથવા રમેશ પીઠવા મો. 99095 60998 નો સંપર્ક કરી નામ નોંધાવી શકશે. ભેટ તથા અનુદાન તા. 19ના સાંજે 7 વાગ્યા સુધીમાં સંસ્થાએ પહોંચતી કરવાની રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text