હળવદમાં મચ્છરોના ભયંકર ઉપદ્રવથી રોગચાળાનો ખતરો

- text


મચ્છરનો ઉપદ્રવ અટકાવવા, મચ્છરજન્ય જીવલેણ રોગોને અટકાવવા અને રોડ રસ્તા રિપેર કરવાની માંગ સાથે પાલિકા પ્રમુખને રજુઆત

હળવદ : હળવદમાં વરસાદી વાતાવરણને પગલે ગંદકીએ માજા મૂકી છે. ગંદકીને કારણે મચ્છરોનો ભયંકર ઉપદ્રવ થતા રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આથી રોગચાળો વકરે તે પહેલાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા, મચ્છરજન્ય જીવલેણ રોગોને અટકાવવા અને રોડ રસ્તા રિપેર કરવાની માંગ સાથે પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરાએ હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ પારેજીયાને લેખિતમાં રજુઆત કરી હતી કે, હળવદ શહેરની અંદર અને આસપાસના સમગ્ર પંથકમા ખુબ વરસાદ પડયો છે અને હળવદ શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી પણ ભરાયા છે. તેથી મચ્છરનો પણ ખુબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધ્યો છે. આથી મચ્છરજન્ય રોગોનો પણ રાફડો ફાટયો છે. ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નીકલ કરવામા આવે અને હળવદ શહેરના દરેક વિસતારમા દવાના છંટકાવ કરવામા આવે જેથી કરીને વધતા જતા મચ્છરના ઉપદ્રવને અટકાવી શકાય અને મચ્છરજન્ય રોગો સામે રક્ષણ મેળવી શકાય સાથે સાથે કોરોના જેવી ભયંકર મહામારી સામે પણ રક્ષણ મેળવી શકાય.

- text

વધુમાં જણાવ્યું હતું કે, હળવદ શહેરના મુખ્ય માર્ગો અને નાના વિસ્તારના માર્ગો પણ વરસાદી પાણીથી ધોવાય ગયા છે અને ત્યાંથી ચાલતા લોકોને મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો ભય રહે છે. તેથી હળવદ શહેરના રોડ રસ્તાઓ પણ રિપેર કરવામા કે ખાડા બુરવામા આવે તેવી માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text