સુખપર અને ખાખરેચી રેલવે કર્મચારીનું ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન

- text


અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ ખાતે બન્ને રેલવે કર્મચારીઓને સન્માન પત્ર અને મેડલ એનાયત કરાયા

હળવદ, માળીયા : વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિડીયો કોન્ફરન્સ થકી હાજર રહી અમદાવાદ રેલવે ડિવિઝનના મેનેજરની ઓફિસ ખાતે 11 રેલવેના કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી બદલ સન્માન પત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં હળવદના સુખપર અને માળીયાના ખાખરેચી રેલવે કર્મચારીનું ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ રેલવે ડિવિઝનની તમામ શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને સમયાંતરે પ્રસંશનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવતા હોય છે, ત્યારે અમદાવાદ ડિવિઝનલ રેલવેના મેનેજરની ઓફિસ ખાતે ૧૧ રેલવે કર્મચારીઓને પોતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુંબઈથી વેસ્ટન રેલવેના જનરલ મેનેજર વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

જેમાં હળવદના સુખપર પાસે આવેલ એસ્ટ્રોન પેપર મીલ પાસેની રેલવે ફાટકે ગેટમેનની ફરજ બજાવતાં સુખપર ગામના સમરતભાઈ કરસનભાઈ કરોત્રાની પ્રશંસનીય કામગીરી બદલ તેઓને સન્માન પત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, વેસ્ટર્ન રેલ્વે મેનેજરએ વિડીયો કોન્ફરન્સ થકી સમરતભાઈને પોતાની ફરજમાં કરેલ પ્રશંસનીય કામગીરી બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

જ્યારે માળીયા તાલુકાના ખાખરેચી ગામના રેલવે સ્ટેશનમાં ગેટમેન તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ લક્ષ્મણભાઈને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉ ખાખરેચી રેલવે યાર્ડમાં ઈલેક્ટ્રોનિક ફોલ્ટને કારણે રેલવે પાટાને નુકશાન થયું હતું. પણ તે સમયે ટ્રેન આવતી હોય એ કર્મચારીએ કુનેહપૂર્વક એક કલાક સુધી ટ્રેન રોકી રાખતા જાનહાની ટળી હતી. આ કામગીરી બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text