ટંકારા, જૂના ઘાંટીલા અને વવાણિયામાં નવી ગ્રામ પંચાયત કચેરી બનશે

- text


ટંકારામાં 22 લાખના ખર્ચે બનશે પંચાયત ઘર 

માળીયા તાલુકામાં બે ગ્રામ પંચાયત કચેરી જર્જરિત બનતા નવી કચેરી માટે 28 લાખ મંજુર : ધારાસભ્યની રજૂઆત ફળી

મોરબી : રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગ્રામપંચાયત અને તલાટી આવાસ માટે મંજૂરી આપવામાં આવી છે જે અન્વયે ટંકારા ગ્રામ પંચાયત માટે 22 લાખ ઉપરાંત માળીયા (મીં.)ના જૂના ઘાંટીલા અને વવાણિયા ગ્રામ પંચાયત ઘર જર્જરિત બનતા નવી પંચાયત કચેરી માટે 28 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.

મોરબી – માળીયા (મીં.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા (મીં.) તાલુકાનાં જૂના ઘાંટીલા ગામે હાલનુ ગ્રામ પંચાયતનું મકાન નાનું અને અગવડતાભર્યું હોય ગામની વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખી નવી કચેરી મંજૂર કરવા તેમજ વવાણિયા ગામે હાલનુ પંચાયતનું મકાન જર્જરિત હોય નવી કચેરી માટે જિલ્લા પંચાયત મારફત વિકાસ કમિશ્નર અને પંચાયત વિભાગમાં દરખાસ્ત મોકલેલી, જેનું સતત ફોલોઅપ કરી ધારાસભ્યએ જૂના ઘાંટીલા માટે રૂ. ૧૪ લાખ અને વવાણિયા માટે પણ રૂ. ૧૪ લાખના ગ્રામ પંચાયતના મકાનો મંજૂર કરાવ્યા છે. આ માટે ધારાસભ્યએ પંચાયત મંત્રી જયદ્રતસિંહ પરમાર અને નાયબ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આ બંને ગામો વતી આભાર માન્યો છે.

- text

આમ, જૂના ઘાંટીલા અને વવાણિયા ગામની લાંબા સમયની પંચાયતના નવા મકાનો મળવા માટેની જે માંગણી હતી તે ધારાસભ્યએ સતત ફોલોઅપ કરીને મંજૂર કરાવી છે. જેને માળીયા (મીં.) તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રીઓએ આવકારી છે અને ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ ઉપરાંત ટંકારા ગ્રામ પંચાયત પણ જર્જરિત બની હોય વિકાસ કમિશનર દ્વારા મોરબી જિલ્લાની મોટી એવી ટંકારા ગ્રામ પંચાયત માટે 22 લાખનો ખર્ચ મંજુર કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text