આમરણ સહિત 15 ગામોના ખેડૂતોનો પાક બચાવવા આજી ડેમમાંથી પાણી આપવા માંગ

- text


ખેડૂત અગ્રણીએ જામનગરના સાંસદને લેખિતમાં રજુઆત કરી

મોરબી : મોરબી તાલુકાના આમરણ ચોવીસી ગામોમાં કાયમી સિંચાઇની સુવિધાના અભાવે ખેતી સૂકી બની ગઈ છે અને ખેડૂતો દેવાદાર બનીને કંગાળ બની ગયા છે. તેથી આ સ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા માટે મોરબી તાલુકાના આમરણ સહિત 15 ગામોના ખેડૂતોને પાક બચાવવા આજી ડેમાંથી પાણી આપવા માંગ સાથે જામનગરના સાંસદને લેખિતમાં રજુઆત કરાઈ છે.

મોરબીના ફાડસર ગામના સહકારી આગેવાન જીવણભાઈ કુંભરવાડિયાએ જામનગરના સાંસદને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના આમરણ ચોવીસીના ફડસર, બેલા, ઝીંઝૂડા, સોલંકીનગર, કોઠારિયા, કુંતાસી, દૂધઈ, રાજપર સહિતના ગામોના ખેડૂતો વરસાદ આધારિત પાક લેતા હોય છે. પરંતુ દર વર્ષે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ છે. એનું કારણ એ છે કે, વરસાદ ઓછો પડે કે વધુ પડે તો ખેડૂતોનો પાક નિષફળ જાય છે. જેથી સૂકી ખેતીના કારણે ખેડૂતો દેવાદાર અને કંગાળ બની ગયા છે. કેનાલ બની ગઈ હોવા છતાં સરકાર દ્વારા અહીં સિંચાઈની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

- text

વધુમાં જણાવ્યું હતું કે, કેનાલમાંથી પાણી ન આપતા આઝાદીના 7 દાયકા પછી પણ ખેડૂતોની દયનિય હાલત છે. જેમાં આજી ઉપર ડેમ કોરોડોના ખર્ચે બની ગયો છે. આ કામ પૂરું થયાનો વર્ષો વીતી ગયા છતાં હજુ સુધી પાણીના કોઈ ઠેકાણા જ નથી. ત્યારે આમરણ ચોવીસીના ગામોમાં સૂકી ખેતી પણ ઉપજાવ બને તે માટે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનો સર્વે કરાવી ખેડૂતોને પાણી આપવાની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text