સિરામીકક્ષેત્રે ઇતિહાસ રચવા સનહાર્ટ અને અજંતા ઓરેવા ગ્રુપે હાથ મિલાવ્યા

- text


સામખિયાળી ખાતે 99 એકર જગ્યામાં સનશાઈન વિટરિયસ ટાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડના નામથી ક્વોલિટી વિટ્રિફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન કરાશે

આધુનિક પ્લાન્ટમાં પ્રતિ દિવસ 51,000 ચોરસ મીટર વિટ્રિફાઇડ ટાઇલ્સનું વિક્રમી ઉત્પાદન કરવામાં આવશે : આગામી પાંચ વર્ષમાં રૂ. 1500 કરોડનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્ય

મોરબી : વિશ્વભરમાં ઉત્કૃષ્ઠ સિરામીક ઉત્પાદન થકી ડંકો વગાડનાર સિરામીક ક્લસ્ટર મોરબીમાં હવે નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. અજંતા ઓરેવા ગ્રુપ અને સનહાર્ટ ગ્રુપ મોરબીએ હાથ મિલાવ્યા છે અને ભારતના સૌથી મોટા વિટ્રિફાઇડ ટાઇલ્સના પ્લાન્ટની સ્થાપવાનું જાહેર કર્યું છે. સામખિયાળી નજીક 99 એકર વિશાળ જગ્યામાં સનશાઈન વિટરિયસ ટાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડના નામથી આધુનિક પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને આ આધુનિક પ્લાન્ટમાં પ્રતિ દિવસ 51,000 ચોરસ મીટર વિટ્રિફાઇડ ટાઇલ્સનું વિક્રમી ઉત્પાદન કરવામાં આવશે. ઉપરાંત બન્ને દિગ્ગજ કંપનીઓ દ્વારા આગામી પાંચ વર્ષમાં રૂ. 1500 કરોડનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્ય સેવ્યું છે.

આજના સમયમાં ટાઇલ્સ દરેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. વાત ઘરની હોય, ઓફિસની હોય કે પછી બીજી કોઈ જગ્યાની ટાઈલ્સ વગર કોઈપણ જગ્યાની કલ્પના કરવી મૂશ્કેલ બની ગઇ છે. ટાઇલ્સ કોઇપણ નિશ્ચિત સ્થાનના ઇન્ટિરિયરની સુંદરતા અને તેના પ્રભાવમાં નોંધપાત્ર વધારો કરે છે. સિરામીક ટાઇલ્સના ઉત્પાદન ક્ષેત્રમાં ભારત વિશ્વના અગ્રણીત્રણ દેશોમાં સામેલ છે અને આ ઉદ્યોગ દર વર્ષે 15 ટકાની ગતિથી આગળ વધી રહ્યો છે અને હાલમાં સિરામીક ટાઇલ્સ ક્ષેત્રે મોરબી ક્લસ્ટરનો સમગ્ર વિશ્વમાં દબદબો વધ્યો છે. મોરબીની સનશાઇન ટાઇલ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં એક પ્રતિષ્ઠિત અને લોકપ્રિય કંપની છે, જે પોતાનો વ્યવસાય સનહાર્ટબ્રાન્ડના નામે સંચાલિત કરે છે.મહત્વપૂર્ણ છે કે સનહાર્ટ બ્રાન્ડ ભારતીય સિરામિક ઈન્ડસ્ટ્રીની છઠ્ઠી સૌથી યુવા બ્રાન્ડ બની ગઇ છે. સનહાર્ટ બ્રાન્ડની પ્રોડક્ટ્સમાં આકર્ષક વિવિધતા છે, જેને સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવે છે. આ બ્રાન્ડ પ્રધાનમંત્રી મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ વિઝનને ખરા અર્થમાં સાકાર કરે છે.

છેલ્લાં પાંચ વર્ષથી ભારતીય સિરામિક કંપનીના સ્વરૂપે સનહાર્ટની ગણતરી ભારતના સૌથી મોટા નિકાસકર્તા તરીકે થાય છે તથા શ્રી સ્ટાર એક્સપોર્ટહાઉસનો દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ સિામિક બ્રાન્ડ પણ છે. ટાઇલ્સની ગુણવત્તા અને તેમાં નવીનતા દ્વારા સનહાર્ટ બ્રાન્ડ કંપનીએ કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે પણ ગત વર્ષેરૂ. 639 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.સનહાર્ટ ગ્રૂપના ચેરમેન શ્રી ભુદરભાઇએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા માટે ગર્વની વાત છે કે અમે આંતરરાષ્ટ્રીય માપદંડો ઉપર ખરા ઉતરવામાં સફળ રહ્યાં છીએ. તેના સંબંધિત અમારા નિર્ણયો ઘણાં મહત્વપૂર્ણ રહ્યા છે. જયસુખભાઈ ભલોડિયાના નેતૃત્વ હેઠળની કંપની અજંતા ઓરેવા ગ્રુપ સાથે અમારી ભાગીદારી સાથે મળીને કામ કરવાની અદભુત શક્તિનું પ્રતિક છે. ગુજરાત સ્થિત સામખિયાળીમાં ભવ્ય પ્લાન્ટની સ્થાપના દ્વારા અમે ભારતીય ટાઇલ્સ ઉદ્યોગમાં ઇતિહાસ રચવાની શરૂઆત કરી રહ્યાં છીએ.

- text

નોંધનીય છે કે અજંતા ઓરેવા ગ્રુપ અને સનહાર્ટ ગ્રુપ દ્વારા સનશાઈન વિટરિયસ ટાઇલ્સ પ્રાઈવેટ લિમિટેડના નામથી એક અલગ કાનૂની એકમનું નિર્માણ કરવામાં આવશે,જે સનહાર્ટ બ્રાન્ડહેઠળ પોતાની પ્રોડક્ટ્સનું બજારમાં વેચાણ કરશે. આ પ્લાન્ટ ભારતીય સિરામિક ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદનમાં સૌથી મોટો પ્લાન્ટ બનશે અને આ પ્લાન્ટ કુલ 99 એકર જગ્યામાં ફેલાયેલો રહેશે. આ પ્લાન્ટમાં પ્રતિ દિવસ 51,000 ચોરસ મીટર વિટ્રિફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. તેના માટે પ્લાન્ટમાં અદ્યતન અને ઉચ્ચશ્રેણીનામશીનનો ઉપયોગ કરાશે. સમયબદ્ધ રીતે આ પ્લાન્ટમાં ત્રણ પ્રોડક્શન લાઇન્સની સ્થાપના કરાશે. જેમાં પ્રથમ પ્રોડક્શન લાઇન આગામી 6 મહિનામાં કાર્યરત થઇ જશે.આ પ્લાન્ટમાં તબક્કાવાર રીતે કુલ રૂ. 270 કરોડનું રોકાણ કરાશે. આ પ્લાન્ટમાંથી વાર્ષિક રૂ. 399 કરોડના ટર્નઓવરનું અનુમાન છે.

વધમાં બન્ને દિગ્ગજ કંપની દ્વારા સંયુક્ત રીતે જણાવાયું છે કે, આ પ્લાન્ટને સ્થાપિત કરવાનો મૂળ ઉદ્દેશ્ય વિદેશી નિકાસ સંબંધિતમાગને પૂર્ણ કરવાનો રહેશે. પ્લાન્ટ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ બંન્ને રીતે લોકો રોજગાર પ્રાપ્ત કરશે. આ વિશાળ પ્લાન્ટમાં 750થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે. તેમાં 546 શ્રમિકો,100 અર્ધ-શિક્ષિત કર્મચારીઓ, 50 શિક્ષિત કર્મચારીઓ,24 ઓફિસ સ્ટાફ અને પ્રોફેશ્નલ સ્ટાફ સામેલ છે.

આ ઉપરાંત આ પ્લાન્ટની ઉત્પાદન સંબંધિત આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના કાચા માલ માટે આપૂર્તિકર્તાઓને તૈયાર કરાશે,જેનાથી પરોક્ષરીતેમોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે. આ પ્લાન્ટના ઉત્પાદન સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ એજન્સીઓને તૈયાર કરવામાં આવશે, જેમાં ટ્રાન્સપોર્ટ,બેંકિંગ સેવાઓનો લાભ મળશે.આમ મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે અને પ્લાન્ટના માધ્યમથી કંપની ભારતની અર્થવ્યવસ્થામાં પોતાનું યોગદાન આપતાં દેશના જીડીપી અને વિદેશી હૂંડિયામણમાં વધારો કરવા માટે સહાયક બનશે.

આ પ્રકારે સૌનો સાથ, સૌનો વિકાસના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને ધ્યાનમાં રાખતાં સનહાર્ટ ગ્રૂપ ભારતના વિકાસના અનોખા સફર ઉપર આગળ વધી રહ્યું છે. ભુદરભાઇએ ઉમેર્યું હતું કે, સનહાર્ટ ગ્રૂપ તબક્કાવાર રીતે ટાઇલ્સ, સેનેટરીવેર અને બાથવેરમાં રોકાણ કરશે. કંપનીએ યોજનાબદ્ધ રીતે આગામી ત્રણ વર્ષમાં રૂ.1000 કરોડનું તથા આગામી પાંચ વર્ષમાં રૂ. 1500 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text